ગુજરાત

આઇ.ટી.આઇ.-બગસરા ખાતે ૧૫ સપ્‍ટેમ્‍બરે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૫ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૧૧ કલાકે  આઇ.ટી.આઇ.-બગસરા ખાતે ભરતી મેળો યોજાશે.

આ ભરતી મેળામાં આદિત્‍ય બિરલા કેપિટલ બિરલા સન લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ ભાવનગરને એજન્‍સી મેનેજર એડવાઇઝરની જગ્યા પર ઉમેદવારની આવશ્યકતા છે. આ માટે ધો.૧૦-ધો.૧૨ પાસ અને સ્‍નાતક હોય તેવા અને ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના ઉમેદવારો ભાગ લઇ શકશે. શિવશક્તિ બાયો ટેકનોલોજી લી. વડોદરાને સેલ્‍સ રિપ્રેઝેન્‍ટેટિવ જગ્યા પર ઉમેદવારની આવશ્યકતા છે. આ માટે ધો.૧૦-ધો.૧૨ પાસ અને સ્‍નાતક હોય તેવા અને ૧૯ થી ૩૨ વર્ષની વયજૂથના ઉમેદવારો ભાગ લઇ શકશે.

વધુ વિગતો-માહિતી માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક-પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક કરવા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x