ગાંધીનગર

ગુજરાતના PAASના નેતા અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં ? જાણો વધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને થોડો સમય બાકી રહ્યો છે ત્યારે હાલ રાજકીય પાર્ટીઓ સમાજના આગેવાનો અને વર્ચસ્વ ધરાવતા વ્યક્તિઓને પાર્ટીમાં સામેલ કરાવી રહી છે.હાલમાં હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે. હાલ અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી શક્યતાના પગલે ખળભળાટ મચી ગયો છે. PAAS કન્વીનર અને હાર્દિક પટેલના મિત્ર પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે જાણીતા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

પાસના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં સામેલ થવાની શક્યતા છે. અલ્પેશ કથીરિયા નરેશ પટેલ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લેશે, આ ઉપરાંત 19મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નરેશ પટેલની બેઠક યોજાવવાની છે. આ બેઠક થઇ ગયા બાદ કથીરિયા પણ નરેશ પટેલ સાથે ચર્ચા કરશે અને ભાજપમાં સામેલ થવાના નિર્દેશ આપે તેવી પ્રબળ શક્યતા છે.લ્લેખનીય છે કે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા.

હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો.મહત્વનું છે કે ચૂંટણી પહેલા ભાજપે હાર્દિક પટેલના એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ વાતને થોડી હવા મળી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા અલ્પેશ કથિરીયાને સામેલ કરે તેવું લાગી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x