50 અને 100 રૂપિયાની નકલી નોટ્સની સંખ્યામાં થયો વધારો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
મુંબઈ :
રિઝર્વ બેન્કના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશમાં ફક્ત 500 અને 200 રૂપિયાની નકલી નોટો નથી ફરી રહી પરંતુ 50 અને 100 રૂપિયાની નોટો પણ બજારમાં ચલણ તરીકે વપરાઈ રહી છે. મળતી માહિતી મુજબ રિઝર્વ બેંકે ગયા વર્ષે 5,22,783 નકલી નોટ પકડી હતી. તેમાં 63.9 ટકા નકલી નોટ્સ અલગ અલગ બેંકો દ્વારા પકડવામાં આવી હતી.
રિઝર્વ બેન્કની આ રિપોર્ટ દર્શાવે છે કે 2017-18 નાણાકીય વર્ષમાં 50 અને 100 રૂપિયાની નકલી નોટ્સમાં છેલ્લા બે વર્ષોની સરખામણીમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ 50 રૂપિયાની નકલી નોટ્સમાં 154.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2015-16 માં 6453 અને 2016-17 માં 9222 નોટ્સની સરખામણીમાં 2017-18 માં 23-447 નકલી નોટ્સના કેસ સામે આવ્યા છે.