નોટબંધી મુદ્દે દેશને ગેરમાર્ગે દોરી રહી છે કોંગ્રેસ : ભાજપ
દિલ્હી :
કોંગ્રેસ પર નોટબંધીના મુદ્દે દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ લગાવતાં ભાજપે ગુરુવારે દાવો કર્યો હતો કે તેનાં આ પગલાંથી બ્લેક મની બેંકોમાં જમા થયું, આવક વેરામાં વધારો થયો તેમજ બેહિસાબી નાણાંનું ઓડિટિંગ થયું.
ભાજપ પ્રવક્તાં સૈયદ શાહનવાઝ હુસૈનને જણાવ્યું હતું કે નોટબંધીની સૌથી મોટી સફળતા તે છે કે નહીં ગણાયેલ નાણું હવે ગણાઈ ગયેલ છે મતલબ બેહિસાબી નાણાંનું સરવૈયું નીકળી શક્યું. તેઓએ કહ્યું હતું કે તેનાથી શેલ કંપનીઓપર કાર્યવાહી કરવામાં મદદ મળી અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળ્યું.
ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવેમ્બર 2016 માં નોટબંધીને કારણે બ્લેકમની કેટલું છે તે જાણવામાં મદદ મળી અને લાખો શંકાસ્પદ બેન્ક ખાતાઓને તાપસ હેઠળ લાવવામાં આવ્યા. તેઓએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ નહિ ભરનારા 2.09 લાખથી વધુ લોકોએ પોતાનું રિટર્ન ભર્યું અને આવકવેરામાં 18 ટકાનો વધારો થયો.