ગુજરાત

વડાપ્રધાન મોદી પર આત્મઘાતી હુમલાનું ષડયંત્ર, જાસૂસી એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું 

નવીદિલ્હી,તા.૧૮ દિવાળીના બરાબર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને જાસૂસી એજન્સીઓએ એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. જાસૂસી એજન્સીઓના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇના નિશાના પર છે. જાસૂસી એજન્સીઓના દાસ્તાવેજાથી આ ખુલાસો થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇએ લશ્કર એ તોયબાને આ કામ સોંપ્યું છે.જાસૂસી એજન્સીઓએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ રેલી કે કાર્યક્રમ દરમિયાન આ આતંકવાદી નિશાનો બનાવી શકે છે. આ આતંકી રેલી કે, રોડ શામાં પોલીસની વર્દીમાં એન્ટ્રી લઈ શકે છે.

જાસૂસી એજન્સીઓના દસ્તાવેજાના સંદર્ભે આ વાત સામે આવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્યુસાઇડ એટેક કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આતંકવાદી પોલીસની વર્દીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ પર સ્યુસાઇડ એટેકને અંજામ આપી શકે છે. એટલું જ નહીં, લશ્કર-એ-તોયબાના આતંકવાદી કેટલાક સુરક્ષાકર્મીઓના સંપર્કમાં પણ છે. જાકે આઇએસઆઇના આતંકીઓની મંશાઓની ભારતીય સુરક્ષાબળોને ખબર પડી ગઈ છે અને આ એલર્ટને ધ્યાનમાં લઈને બધા સાવધાન થઈ ગયા છે. આ એલર્ટ એવા સમયમાં આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી એક અઠવાડિયા દરમિયાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. આ એલર્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં અત્યાર સુધી કોઈ પણ બદલાવના સંકેત મળ્યા નથી.એક ન્યૂઝ ચેનલ પાસે જાસૂસી એજન્સીના એલર્ટવાળા દાસ્તાવેજ છે.

પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇએ લશ્કર-એ-તોયબાને આદેશ આપ્યો છે કે ભારતના તમામ મોટા નેતાઓને પોતાના ટાર્ગેટ પર લે. તેમાં સૌથી મોટું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. જાણકારોએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોલીસની વર્દીમાં આ આતંકવાદી સ્યુસાઇડ એટેક કરી શકે છે. જાસૂસી એજન્સીઓએ લશ્કર-એ-તોયબાની વાતચીત રેકોર્ડ કરી છે, ત્યારબાદ જ આ જાણકારી સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ એલર્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વધારો થઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x