ગાંધીનગરગુજરાત

ગુજરાત ભાજપે ઝોન વાઈસ નિરીક્ષકો જાહેર કર્યા

ગાંધીનગર :

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. તો આ તરફ ભાજપે પણ હવે મૂરતિયાની પસંદગી કરવા કમરકસી છે. મળતી માહિતી મુજબ આજે ભાજપ, નિરીક્ષકોની યાદી જાહેર કરવાનુ હતુ. જો કે વિધાનભા ચૂંટણી 2022માં (Gujarat Election) ભાજપે પેટર્ન બદલી છે. નિરીક્ષકોના નામની યાદી જાહેર ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે વ્યક્તિગત ફોન કરી કમલમથી જાણ કરવામાં આવી છે. આ વખતે ભાજપ દ્વારા ઝોન વાઇસ નિરીક્ષકો આવતી કાલથી સેન્સ લેશે. મંત્રી, પૂર્વ મંત્રી તથા સંગઠન માં હોદ્દેદાર એમ પેનલ બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હર્ષ સંઘવીની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. તાપી શહેરમાં બ્રિજેશ મેરઝા, તથા મનિશા વકીલને જવાબદારી સોંપાઈ છે. વડોદરા શહેરમાં શંકર ચૌધરી જ્યારે સુરતમાં જગદીશ પંચાલ બીજી તરફ જામનગરમાં જયદ્રથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી હતી. સત્તાવાર રીતે યાદી આ વખતે જાહેર ના કરાઈ અને જિલ્લા શહેરના હોદ્દેદારોને યાદી મોકલાઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x