વડાપ્રધાન મોદી ૩૧ ઓકટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવશે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી મોદી ઓકટોબરના અંતમાં એટલે ૩૧ ઓકટોબર અને ૧ નવેમ્બરના રોજ ગૃહરાજ્ય ની મુલાકાતે વડાપ્રધાન આવશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.PM મોદી 1 નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે. તમામ 182 બેઠક પર એક જ સમયે ગાંધીનગરની ઉત્તર વિધાનસભા બેઠકના સ્નેહમિલનના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલ જોડાશે.PM નરેન્દ્ર મોદી તારીખ 1 નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે PMનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે.
ઘણા લાંબા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની માંગ કરી રહ્યાં છે.પીએમ મોદી દિવાળી પછી એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી ઉત્તર અને મધ્ય ગુજરાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.