ગુજરાત

અમરેલીઃ ચાંદગઢમાં એક ખેડૂતે કરી આત્મહત્યા, પરેશ ધાનાણીએ લીધી મુલાકાત

અમરેલીઃ

ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલા ભરતભાઇ ખુમાણે લેણું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી. આ ખેડુતે ફરજા કુવાની લોન તેમજ પાક ધિરાણની લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરી શકે તેમ ન હતા તેમજ પોતાના ખેતરમાં કપાસનું બે થી ત્રણ વખત વાવેતર કર્યું હતું આ પાક નિષફળ જશે તેવી પણ તેમને ભીતિ હતી. ભરતભાઇ ખુમાણે ઝેરી દવા પિતા પોતાની પત્નીને લાગી આવતા તેમને પણ ઝેરી દવા પીધી હતી. હાલ ભરતભાઇ ખુમાણના પત્ની દવાખાને સારવાર હેઠળ છે.

ત્યારે આ બાબતે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બની ગયો છે. પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા આ બાબતે સરકારે વિચારવું જરૂરી છે.

ચાંદગઢના ખેડૂત ભરતભાઇ ખુમાણે પાકધીરાણની લોન તેમજ ફરજા કુવાની લોન લીધી હતી.આ લોન ભરપાઈ થશે કે નહીં આ બાબતની ચિંતા તેમને વારંવાર સતાવતી હતી.આથી 5 તારીખના સાંજના સમયે ભરતભાઈએ ઝેરી દવા પી લીધી હતી.તેમને તાત્કાલિક દવા ખાને સાવરાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.પતિના વીયોગમાં પત્નીએ પણ ઝેરી દવા પીધી હતી. હાલ ભરતભાઈના પત્ની દવાખાનામાં સારવાર અર્થે દાખલ થયેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x