ગુજરાત

કોંગ્રેસ પક્ષ પ્રેરિત *”ભારત બંધ”* ના એલાન

જૂનાગઢ :

જૂનાગઢ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાશ્રી *કેપ્ટન સતિષ વિરડા* ની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ પ્રેરિત *”ભારત બંધ”* ના એલાન ના ભાગ રૂપે આવતીકાલે જૂનાગઢ શહેર બંધ રાખવા વેપારીઓ, નાના મોટા ઉદ્યોગ ધંધાદારી મિત્રો ને ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધ ને સફળ બનાવવા સહકાર આપવા વિનંતી કરવામાં આવશે.

રાજ્ય ની અને કેન્દ્રની ભાજપની નફાખોર લૂંટારી સરકારે પેટ્રોલ – ડીઝલ – ગેસ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ન ભાવો રોકેટ ગતિથી આસમાને પહોચાડી દીધેલ છે, સામન્ય ગરીબ પ્રજાને જીવન જીવવું ડોહલું થઈ ગયેલ છે, મોંઘવારી નો રાક્ષસ તાંડવ નૃત્ય કરી રહ્યો છે, નમાલી અક્કલમઠી સરકારે ડોલર સામે આપણા ભારતીય રૂપિયાને કોડીનો બનાવી દિધો છે, વિદેશી હૂંડિયામણ ની તિજોરી તળિયાઝાટક કરી નાખી છે, આલિયા – માલિયા અને મોદી – બોદી જેવા ઉધોગપતિઓ બેન્કો ની અબજો રૂપિયાની લોનો લઈને સરકારની મીઠી નજર તળે દેશની બહાર પલાયન થઈ ગયા છે.

ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સીટી ના બણગા ફૂંકતી આંધળી – બહેરી અને મૂંગી – ગુંગી સરકારના રાજમાં ગરીબ – મધ્યમ વર્ગના લોકોની મરણ મૂડી સરકારી બેંકોમાં પણ સલામત નથી.

તમામ મહાનગરોના રસ્તાઓ ખાડામાં રસ્તા છે કે રસ્તાઓમાં ખાડા છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયેલ છે.

દેશમાં અત્યારે અનડીકલેરડ ઇમરજન્સી અને સેન્સરશિપ ચાલી રહેલ છે, સરકાર કુંભકર્ણ ની નિંદ્રામાં સૂતી છે અને પ્રજા કારમી મોંઘવારીના ખપર માં પીસાઈ રહી છે, દેશનો ચોકીદાર આકાશમાં ઉડ્યા કરે છે, ધરતી ઉપર પગ મૂકવાનું નામ લેતો નથી.

આ બધા પ્રાણ પ્રશ્નો ને લઈને શહેર કોંગ્રેસ સંગઠનના તમામ હોદેદારો, મહિલા કોંગ્રેસ ના હોદેદારો, તમામ વોર્ડ પ્રમુખો, તમામ મહિલા વોર્ડ પ્રમુખો, તમામ સેલના પ્રમુખો, યુવક કોંગ્રેસ, સેવાદળ, NSUI, કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો એ નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે અચૂક ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *