રાજ્યના લોકોને બેવડી ઋતુનો અનુભવ, તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે
હાલમાં રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે એકદમ ઠંડીનો અનુભવ થશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. તો ઓક્ટોબરના છેલ્લા બે દિવસોમાં તેમજ નવેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવી શકાશે, જિલ્લા વાર હવામાનની વાત કરીએ તો તેમાં તાપમાન આ પ્રમાણે રહેશે. સવાર સાંજ ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેશે. તેમજ સાંજ થતાં ઠંડકનો અનુભવ થશે
અમદાવાદમાં દિવસ દરમિયાન આકરા તડકાનો અનુભવ થશે ત્યારે રાત્રે ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અનુભવાશે. તો આણંદમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી ૨૫ અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી અનુભવાશે.
દાહોદ જિલ્લામાં સાંજથી શિયાળાનો અનુભવ થશે અને રાત્રે તાપમાન ૨૪ ડિગ્રી થશે. તો મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અનુભવાશે. તેના કારણે સાંજથી શિયાળા જેવી ઠંડક અનુભવાશે. તો બોટાદનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન ૩૬ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૨૫ ડિગ્રી થશે.