રાહુલની ‘ભારત જાડો યાત્રા’ને સ્વરા ભાસ્કરનું સમર્થન
ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચામાં રહેતી બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે રાહુલ ગાંધીના વખાણ કરીને ચર્ચામાં આવી છે. સ્વરાએ રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રાના ભરપૂર વખાણ કર્યા છે. સ્વરાએ ટ્વીટ કરીને આ વાત કહી છે.
સ્વરા ભાસ્કર બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જે દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. સ્વરાએ માત્ર બોલિવુડના મુદ્દાઓ પર જ નહીં પરંતુ રાજનીતિના વિષય પર પણ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ દિવસોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જાડો યાત્રા’ પર છે. રાહુલ ગાંધીની આ યાત્રા દક્ષિણના રાજ્યોમાં ચાલુ છે, જેને કોંગ્રેસના સાથી પક્ષો પણ સહકાર આપી રહ્યા છે. હવે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીની ‘ભારત જાડો યાત્રા’નું સમર્થન કર્યું છે. સ્વરાએ ટ્વીટમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
સ્વરા ભાસ્કરે એક ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં ‘ભારત જાડો યાત્રા’ અને રાહુલ ગાંધી વિશે વાત કરવામાં આવી છે. આ વીડિયો સાથે સ્વરા ભાસ્કરે લખ્યું, ‘જ્યાં રહી જાય છે શ્રેય.. ચૂંટણીમાં હાર, ટ્રોલિંગ, વ્યÂક્તગત હુમલા અને સતત ટીકાઓ બિનઅસરકારક હોવા છતાં, રાહુલ ગાંધી ન તો સાંપ્રદાયિક નિવેદન કે સનસનાટીભર્યા રાજકારણ સામે ઝૂક્યા છે. આ દેશની પરિÂસ્થતિ જાતા આવા પ્રયાસો સરાહનીય છે.
સ્વરા ભાસ્કરની આ Âટ્વટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘણા લોકોએ સ્વરા અને રાહુલના વખાણ કર્યા છે. કેટલાક લોકોએ સ્વરા ભાસ્કરને પણ આ યાત્રામાં આવવા અને રાહુલ ગાંધીને સમર્થન આપવા કહ્યું છે. એક યુઝરે લખ્યું, તમે આ યાત્રા કેમ નથી? તેમને ખુલ્લા હાથથી ટેકો આપવાની જરૂર છે. કેટલાક લોકોએ રાહુલ ગાંધીને શ્રેષ્ઠ પીએમ ઉમેદવાર ગણાવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વરાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તે ઘણી વખત રાહુલ ગાંધીના વખાણ કરી ચૂકી છે.
સ્વરા ભાસ્કરના કામની વાત કરીએ તો છેલ્લે તે ‘ જહાં ચાર યાર’ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મનું ડિરેકશન કમલ પાંડેએ કર્યું હતું. આ ફિલ્મમાં મહેર વિજ, શિખા તલસાનિયા અને પૂજા ચોપડા પણ હતા. હવે સ્વરા ‘ મિસિસ ફલાણી’માં નજરે પડશે.