કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે
સનાતન ધર્મમાં તુલસીને લઈને ઘણા પ્રકારના નિયમોની વાત કરવામાં આવી છે એ વાત આપણએ બધા જાણીએ છીએ. આપણા ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. જણાવી દઈએ કે તુલસી પૂજાને લઈને શા†ોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન કરવાથી જ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
શ†ો અનુસાર કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે અને જા આ મહિનામાં નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં મા લક્ષ્મી રહે છે તેની વિશેષ કૃપા મળી રહે છે. આ સાથે જ જા તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તુલસી માના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસી વિવાહના દિવસે આ ઉપાય કરવાથી આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
જ્યોતિષ શા† અનુસાર એકાદશીના દિવસે તુલસી વિવાહ થાય છે અને આ વખતે ૫ નવેમ્બરે તુલસી વિવાહ થશે. તુલસી વિવાહના દિવસે તુલસી પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો ૧૧, ૨૧, ૫૧ કે ૧૦૧ વાર જાપ કરો. આમ કરવાથી મા તુલસી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
– લગ્ન માટે ઘરમાં તુલસી લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તુલસી વાવીને તેમને આખું વર્ષ હરિયાળું રહેવાની પ્રાર્થના કરો. પણ આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીની આસપાસ કોઈ કાંટાવાળા છોડ ન હોવા જાઈએ. આ સિવાય તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન રાખવું જાઈએ.
– તુલસી વિવાહ પછી ઘરમાં તુલસી મંગલાષ્ટક મંત્રનો જાપ કરો. આ કરવાથી ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહેશે અને મા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે.
– તુલસી વિવાહના દિવસે સવારે અને સાંજે તુલસીની વિધિવત પૂજા કરો અને સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને મા તુલસીની આરતી અને મંત્ર જાપ કરો.