ભાજપ ટિકીટ આપે છે તો ચૂંટણી લડવા માટે તૈયાર છું: કંગના
બોલિવુડ અભિનેત્રી કંગના રણાવત રાજકીય મુદ્દાઓ પર પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણિતી છે. અભિનેત્રીએ દરેકવાર પોતાના પોલિટિકલ સ્ટેન્ડ Âક્લયર કર્યું છે. તે રાજકીય મુદ્દાઓથી માંડીને સામાજિક અને દેશની સમસ્યાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. બોલીવુડની આ બેબાક અભિનેત્રી હવે જલદી પોતે રાજકારણમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે.
કંગના રણાવતે એક ચેનલના કાર્યક્રમમાં પોતાના રાજકીય કેરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. હિમાચલ પ્રદેશમાં પંચાયત ચૂંટણી યોજાવવાની છે. તેને લઇને યોજાયેલા કાર્યક્રમમાં કંગના રણાવતે પણ ભાગ લેવા પહોંચી હતી. હિમાચલ કંગના રણાવતનું હોમટાઉન છે. રાજ્યમાં ચૂંટણી હોવાની છે અને આ દરમિયાન કંગના રણાવતે જાહેરાત કરી છે કે તે હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડવા માંગે છે. અભિનેત્રીએ કહ્યું કે જનતા જે ઇચ્છે છે અને ભારતીય જનતા પાર્ટી તેમને ટિકીટ આપે છે તો તે ચૂંટણી લડવા માટે તૈયાર છે.
કંગનાએ કહ્યું કે ‘હું રાજકીય પરિવારમાંથી આવું છું. મારા પિતાજી પણ રાજકારણમાં હતા. અમારી જે પણ સિસ્ટમ રહી છે, મારા પિતાએ બધી વસ્તુઓ કોંગ્રેસના માધ્યમથી કરી હતી. પરંતુ ૨૦૧૪ માં જ્યારે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીની સરકાર બની તો અચાનક ટ્રાંસર્ફોમેશન થયું. મારા પિતાએ પહેલીવાર મને પીએમ વિશે જણાવ્યું અને ૨૦૧૪ માં અમે ઓફિશિયલ કોંગ્રેસમાંથી ભાજપમાં કંવર્ટ થઇ ગયા.
રાજકારણમાં આવવાની યોજના પર કંગના રણાવતે કહ્યું કે ‘પરિÂસ્થતિ અનુસાર જા ભાજપ સરકાર મારી ભાગીદારીને ઇચ્છશે તો હું તમામ પ્રકારની ભાગીદારી માટે તૈયાર છું. સારું રહેશે જા હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે. તો નિÂશ્વતરૂપથી, આ સૌભાગ્યની વાત રહેશે.’