ગુજરાતરાષ્ટ્રીય

મોરબી દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: 14 નવેમ્બરે સુનાવણી

ગુજરાત રાજ્યમાં મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનાના કારણે ગુજરાત રાજ્ય સહિત આખો દેશ ઘેરા શોકમાં છે ત્યારે રાજ્ય સરકાર તરફથી એક દિવસના રાજ્યવ્યાપી શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનાનો મામલો હવે દેશની સર્વોચ્ચ ન્યાયાલય માં પહોંચ્યો છે. ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી માહિતી હાલ મળી રહી છે. વિશાલ તિવારી નામના વકીલ દ્વારા મોરબી ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ વ્યવસ્થાપન કરવા માટે કાયદા બનાવવામાં આવે તેવો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરબી બ્રિજ અકસ્માત અંગે અત્યાર સુધીમાં આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયાના સૂત્રો તરફથી સમાચાર મળ્યા છે. ગુજરાત સરકારે પણ બ્રિજ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x