ભારતીયોને પજવતી બેરોજગારી અને મોંઘવારીની ચિંતા, સર્વેમાં ખુલાસો
દુનિયાભરમાં ફુગાવો અને મોંઘવારી નાગરિકોની ચિંતાનું મુખ્ય કારણ બનેલા છે કોરોના મહામારીની સાથે જ વૈÂશ્વક મંદીની અસરે પણ ભારત જેવા બજારો પર અનુભવાઇ રહી છે શહેરી ભારતીયોને બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ફુગાવાની ચિંતા પજવી રહી છે.
આ વાતનો ખુલાસો આઇપીએસઓએસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યો છે. અહેવાલમાં કહેવાયું છે કે દસમાંથી બે શહેરી ભારતીયો ફુગાવા અંગે ચિંતિત છે.આઇપીએસઓએસના સર્વે વોટ વરિસ ધ વર્લ્ડમાં કહેવાયું છે કે ફુગાવા વિશે ચિંતિત ૨૯ બજારમાં ભારત સૌથી નીચલા સ્તરે છે. આ સર્વે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવેલા તારણો પર આધારિત છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે દુનિયાભરમાં ફુગાવો અને મોંઘવારી નાગરિકો વચ્ચે ચિંતાનું મુખ્ય કારણ બનેલી છે અને તેમાં ગયા મહિને બે ટકાનો વધારો થયો છે. તે ઉપરાંત વૈÂશ્વક સ્તરે નાગરિકો, ગરીબી, સામાજિક અસમાનતા, બેરોજગારી, હિંસક ગુનાઓ અને નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પ્રત્યે ચિંતિત જાવા મળ્યા હતા.
રિપોર્ટમાં કહેવાયું છે કે ૭૬ ટકા ભારતીયોનું માનવું છે કે દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. આમા સૌથી આગળ સાઉદી અસર છે. અહીંના ૯૩ ટકા લોકોનું માનવું છે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. જાકે, સર્વેક્ષણના નિષ્કર્ષો પર આઇપીએસઓએસના સીઇઓ અમિત અદારકરે કહ્યું હતું કે કોરોના મહામારીની સાથે જ વૈÂશ્વક મંદીની અસરે પણ ભારત જેવા બજારો પર અનુભવાઇ રહી છે. તે નોકરીઓને પ્રભાવિત કરી રહી છે, જેનાથી ભ્રષ્ટાચાર ગુનાખોરી અને સામાજિક અસમાનતામાં વધારો થઇ રહ્યો છે.