રાષ્ટ્રીયવેપાર

ઓક્ટોબરમાં સરકારની પણ દિવાળીઃ ૧.૫૨ લાખ કરોડનું ઈતિહાસનું બીજું સૌથી શ્રેષ્ઠ જીએસટી કલેક્શન

દરેક મહિનાની પહેલી તારીખ સામાન્ય નોકરિયાત વર્ગ માટે એક સારા સમાચાર લઈને આવે છે કે હવે જલદી જ સેલરી આવશે પરંતુ દરેક મહિનાની પહેલી તારીખ સરકાર માટે પણ એક આશાનું કિરણ લઈને આવે છે કે ગત મહિને આવક વધી કે ઘટી ? અગાઉના મહિને અર્થતંત્રના માપદંડ ગણાતા સૂચકઆંકો સુધર્યા કે બગડ્યાં. જાકે ઓક્ટોબરનો મહિનો એટલે કે દિવાળીનો મહિનો. આ મહિને સરકારની જીએસટી આવકમાં વધારો થયો છે.

દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ ૧લી જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. ૫ વર્ષથી વધુના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કલેક્શન ૧.૫૦ લાખ કરોડને પાર નીકળ્યું હોય. ઓક્ટોબર, ૨૦૨૨નો મહિનો જીએસટી કલેક્શનની દ્રષ્ટિએ અત્યાર સુધીના ઈતિહાસનો બીજું સૌથી શ્રેષ્ઠ મહિનો રહ્યો છે. ઓક્ટોબરમાં સરકારની જીએસટી આવક ૧,૫૧,૭૧૮ કરોડ રૂપિયા રહી છે. આ અગાઉ એપ્રિલ ૨૦૨૨માં ય્જી્‌ કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતું.

નાણા મંત્રાલયે આપેલ માસિક રિપોર્ટમાં જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૨૨માં ય્જી્‌ કલેક્શન ૧,૫૧,૭૧૮ કરોડ રૂપિયા હતું. ઓક્ટોબરમાં સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. ૨૬,૦૩૯ કરોડ અને સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ એટલે કે એસજીએસટી રૂ. ૩૩,૩૯૬ કરોડ આઇજીએસટી ૮૧,૭૭૮ કરોડ રૂપિયા રહ્યું છે. આ સિવાય સરકારને સેસ પેટે રૂ. ૧૦,૫૦૫ કરોડની આવક થઈ છે.

એક વર્ષ અગાઉના આંકડા જાડે સરખામણીએ કરીએ તો ઓક્ટોબર, ૨૦૨૧માં જીએસટીએ સરકારની તિજારીમાં ૧,૩૦,૧૨૭ કરોડ રૂપિયા ઉમેર્યા હતા, એટલેકે વાર્ષિક ૨૬%નો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧,૪૭,૬૮૬ કરોડ રૂપિયા હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x