વિજાપુર કોંગ્રેસ દ્વારા માલધારી સમાજનું સંમેલન યોજાયું, સીજે ચાવડાનું સમાજ દ્વારા કરાયું સન્માન
વિજાપુર તાલુકાના સમસ્ત માલધારી સમાજનો કોંગ્રેસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે સંમેલન લાખા ભાઈ ભરવાડ તેમજ અલકાબેન ક્ષત્રિય સીજે ચાવડા ના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં માલધારી સમાજના આગેવાન નાગજીભાઈ દેસાઈ અમદાવાદ જીતુભાઇ રાયકા ગોરસ હર્ષદ ભાઈ પટેલ તલત ભાઈ સૈયદ અમિતજી ઠાકોર સહિત ના માલધારી સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા જેમાં તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા ને જંગી બહુમતી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી માલધારી સમાજ ભાજપ સરકાર માં ગોચર ના મુદ્દે રોડ ઉપર રખડતા ઢોરો ના મુદ્દે કાયદો પસાર કરી માલધારી સમાજને સંકજા માં લીધી હતી તે સમયે લાખા ભરવાડ તેમજ સીજે ચાવડા એ વિધાનસભા માં કરેલી ધારદાર રજુઆત તેમજ માલધારી સમાજના લોકોની પડખે અડીખમ યોધ્ધા તરીકે ઉભા રહયા હતા તે સમાજના આગેવાનો એ યાદ કરાવ્યુ હતું તેમજ કોંગ્રેસ ને જીતાડવા માટે સમાજ ના અગ્રણીઓ એ અપીલ કરી હતી આ કાર્યક્રમ નું સંચાલન રાજુભાઇ દેસાઈ રતનભાઈ દેસાઈ તેમજ માલધારી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું