યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું
આજરોજ કારતક સુદ ચોવસદ નાં દિવસે ગુજરાતના તથા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર માં થી પણ ભક્તો ઉમટ્યા હતા કેટલાક ભક્તો છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવે છે તે પહેલાં નાગધરા કુંડ માં પવિત્ર સ્નાન કરી નેં જુના કપડા પણ ફેંકી દે છે નવા કપડાં પહેરીને હાથમાં અગરબત્તી તથા ક્ષીફળ લ ઈને કાળીયા ઠાકોરના દરબારમાં/ શીશ ઝુકાવી નેં દશૅન કરીને આશીર્વાદ મેળવે છે તે પછી બજારમાં થી ખરીદી કરતા હતા શામળાજી મંદિર પરિસરમાં તથા બજારમાં હાઇવે રોડ પર મેશ્વો ડેમ પર તથા નદીના પટમાં ઠેર ઠેર માનવ મહેરામણ નજરે પડતો હતો નદીના પટમાં સેવા ભાવી સંત લાલજી મહારાજ એ ભક્તો માટે ચા નાસ્તો તથા જમવાની ફી માં સેવા આપતા હતા તથા શામળીયા ભજનોની રમઝટ બોલાવી ભક્તો નાં મન મૂકીને નાચતા ગાતા હતા આ મેળામાં પોલીસ વડા સંજય ખરાત દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શામળાજી પી એસ આઈ વી વી પટેલે દરેક સ્થળે તથા ઈન આઉટ પોલીસ ચેક પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતા જેથી ભક્તો નેં તકલીફ ન પડે મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના બનેલ નહોતી.