ગાંધીનગરગુજરાત

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આ ગુજરાત મેં બનાવ્યું છે” અભિયાનનું લોન્ચિંગ કર્યુ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ   સી. આર. પાટીલ   “આ ગુજરાત મેં બનાવ્યું છે” અભિયાનના લોન્ચિંગ કરી પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે,  સાહસિક ખમીરવંતા ગુજરાતના લોકોના સાથ અને સહકારથી આ ગુજરાત મે બનાવ્યું છે તે સુત્ર આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી   ગઇકાલે ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતેથી ચૂંટણી અંગેની તેઓની પ્રથમ જાહેર સભાને સંબોધન કરતાં આપ્યું છે. મોદી સાહેબનો પરિશ્રમ અને અમારો ભરોસો બંન્ને સાથે જોડીને આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલ અવિરત વિકાસયાત્રાના વિઝયુઅલ થકી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમો જનતા સમક્ષ જઇ રહયાં છીએ. ત્યારબાદ આ ગુજરાત મે બનાવ્યું છે શિર્ષક  હેઠળ તૈયાર કરવામાં આવેલ વિઝયુઅલની ઝાંખી દર્શાવવામાં આવી હતી.સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મેં બનાવ્યું છે આ ગુજરાત શિર્ષક હેઠળ રાજ્યમાં જ્યારથી ભાજપાની સરકાર જન જન સેવાના શુભ આશયથી કાર્યરત છે ત્યારથી ગુજરાત રાજ્યમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વિજળી પુરી પાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે.  રાજ્યમાં ખેડૂતો આવક બમણી થાય તે હેતુથી કૃષિ મહોત્સવ થકી ટેકનોલોજી આધારીત ખેતી ધરતીપુત્રોને આપી ખેડૂતોની આવકનો ગ્રોથ ડબલ ડીઝીટમાં આપવામાં અમે સફળ રહ્યાં છીએ. રાજ્યમાં પહેલાં શાળાના બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ૩૭ ટકા સુધીનો રહેતો હતો જેને રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશીયો ૨ ટકા જેટલો રહી ગયો છે. પહેલાં રાજ્યમાં કન્યાઓને અભ્યાસી સીમીત રહેતો હતો પરંતુ અમારી કન્યા કેળવણી યોજના થકી બેટી પઢાઓના આંદોલનો કરી દિકરીઓને સુશિક્ષીત કરવામાં આવી રહી છે. રાજ્યમાં દિકરીઓને જન્મદર ઓછો રહેતો હોવાઇ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માતૃ વંદના અને બેટી બચાવો યોજના થકી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મેળવેલ છે. ભૂતકાળની સરકારમાં રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હતું જેની ચિંતા કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી થકી વિદેશ મૂડી રોકાણ ગુજરાતમાં લાવી સૌથી વધુ રોજગારી આપતું ગુજરાત બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં અકસ્માત કે જીવલેણ બિમારીથી પિડાતા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓનો વ્યાપ વધારી લોકોના જીવ બચાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સફળતા મેળવેલ છે. રાજ્યમાં ઓછા અભ્યાસના કારણે રોજગારીથી વંચિત રહેનાર લોકોને ગરીબ કલ્યાણ મેળાના આયોજન થકી ગરીબોને સ્વનિર્ભર કરતું ગુજરાત બનાવવામાં સફળતા મેળવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x