સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર “અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ હેતુ થી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્રારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે આ અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે. સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ તા. ૮ થી ૧૧/૧૧/૨૦૨૨ થી “અવસર રથ” ભ્રમણ કરશે. જેમાં પ્રથમ દિવસે તા. ૮ના રોજ ૩૩-પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. તા. ૯ ૨૮-ઇડર(અ.જા.), તા.૧૦ ૨૯-ખેડબ્રહ્મા(અ.જ.જા), તા.૧૧ ૨૭- હિંમતનગરનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરશે.