ગુજરાત

જીલ્લા ચૂંટણી અધિકારી અને એમસીએમસીના અધ્યક્ષશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે એમ.સી.એમ.સી.ની બેઠક મળી

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેડ ન્યુઝ બાબતે ચર્ચા કરવામાં આવી કયા ન્યુઝને પેડ ગણવા અને તેને રેટ મુજબ ખર્ચમાં આકારવાગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 નો કાર્યક્રમ જાહેર થતાં જિલ્લામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે પ્રત્યેક સમિતિ નો કાર્યરત થઈ જેના તબક્કાવાર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સમિતિઓની કામગીરીનો રીવ્યુ અને માર્ગદર્શન તથા થયેલ કામગીરીનું વિગતવાર રજૂઆત કરવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં તા. 11/ 11/ 2022 ના રોજ કલેક્ટર કચેરી ખાતે સાંજે ચાર કલાકે કલેકટર કચેરી ખંડમાં એમ.સી.એમ.સી. સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે તે અંગે સસ્પેક્ટેડ ન્યુઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા રોજે રોજ નિરીક્ષણ કરવામાં આવે છે. તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી ચેનલોનું મીડિયા સેન્ટર ખાતે શિક્ષકો દ્વારા 24 કલાક સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને અલગ અલગ ચેનલોના રજીસ્ટરમાં સસ્પેક્ટેડ ન્યુઝનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં આવી ત્યારથી કોઈ પેડ ન્યુઝ અંગેના અહેવાલ પ્રસારિત થયા છે કે નહી. તે અંગેનો અહેવાલ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ પેડ ન્યુઝ અને સસ્પેક્ટેડ ન્યુઝ અંગે માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.
નાયબ માહિતી નિયામકશ્રીએ સમિતિ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો અને દર શુક્રવારે આ સમિતિની બેઠક મળશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, નાયબ ચૂંટણી અધિકારી દીપ્તિબેન પ્રજાપતિ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછાર, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, એન.આઇ.સી.ના શ્રી હરીશકુમાર તથા દુરદર્શન સભ્યશ્રી ભરત ચૌહાણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x