સાદરામા વિદ્યાપીઠ દ્વારા 287 નાગરિકોની સારવાર કરાઇ હતી
ગાંધીનગર
રાષ્ટ્રીય સેવા યોજના અને સીમ્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શારીરિક શિક્ષણ અને રમત ગમત સંસ્થા સાદરામાં નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ યોજાયો જેમાં શારીરિક શિક્ષણ અને રમત ગમત વિધાશાખા અને મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિધાલયના રાષ્ટ્રીય સેવા યોજના એકમના 300 સ્વયમ સેવકોએ સાદરાના મોતીપુરા, રાજપુર,જાખોરા, કલ્યાણપુરા, ચંદ્રાલા અને માધવગઢમાં ડોર ટુ ડોર આ નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પની માહિતી લોકોને આપી હતી. આ નિશુલ્ક મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડૉ. દર્શન ભણસાલી, ડૉ. કશ્યપ સેઠ, ડૉ. કેયુર બુચ, ડૉ. કલ્પેશ પંચાલ, ડૉ. ચાંદની પટેલ, ડૉ. મયુર કાસુન્દ્રા, ડૉ. અંકિતા મીઢા, ડૉ. સ્મિતા ધીરે પોતાની નિશુલ્ક સેવા આપી હતી.