ચિત્ત વિકાર વૃત્તિ હિંસા તેમજ સંસારને વધારે છે: જૈનાચાર્ય સુનિલસાગરજી
Gandhinagar
ફૂંક મારીને દીવો ઓલવી શકાય છે પણ અગરબત્તી નહિં’, જલનને ઈર્ષ્યા અને દ્વેષના સ્વરૂપે વિશ્લેષિત કરતા ક્હ્યું કે વ્યાવહારિક અને આત્મિક શાંતિ માટે ચિત્તની સ્થિરતા જરૂરી છે. ઈર્ષ્યા પાપરૂપ હિંસાનો પર્યાય છે તેનાથી અસંતુષ્ટ, મહત્વાકાંક્ષી લોકો એવંા વિચારે છે કે અમુક પાસે મારા કરતાં વધારે કેમ? અમુકને સન્માન મળ્યું મને કેમ નહિં? આ વિવિધ પ્રકારની ચિત્ત વિકાર હિંસા છે. તેમ સેક્ટર 22 સ્થિત દિગમ્બર જૈન મંદિર પર ચાતુર્માસ બિરાજતા આચાર્ય સુનિલસાગરજી મહારાજે પ્રવચનમાં કહ્યું હતુ.
ક્રોધાદિ કષાયોનાં લીધે આન્તરિક અને બાહ્ય શાંતિ છીનવાઈ જાય છે. ઘર, પરિવારમાં નજીકના સંબંધો જેમ કે પતિ-પત્ની, સાસુ-વહૂ વગેરે વચ્ચે આવતા કંકાસ પાછળ રાગ-દ્વેષ રૂપી પ્રવૃત્તિઓ જ છે. આચાર્યશ્રીએ કથાનકના માધ્યમથી સંબોધતા કહ્યું કે કર્ણાટક પ્રાંતના સમ્રાટ મિતદેવના મોટાભાઈ વલ્લાલદેવના લગ્ન ત્રણ સગી બહેનો સાથે થયા હતા. નાની બહેનને ગર્ભ રહેતા અન્ય બન્ને સગી બહેનોએ પોતાનો દિકરો શાશક બને તેના માટે હિંસાદિક પરિણામોથી ભરાઈને તેમની જ બહેનનો ગર્ભ પાડી દેવાના નીચ કર્મોં આચર્યા. આ સંઘર્ષમાં વલ્લાલદેવ મૃત્યુ પામ્યા અને ત્રણે બહેનોએ બધુ જ ગુમાવ્યુ. ગુરુદેવ કહે છે કે આવી ચિત્ત વિકૃતિ જનિત હિંસા સર્વનાશ કરે છે.