અરવલ્લી: માઝમ જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડાયું, 20 ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈનો લાભ
દિવાળી પૂર્ણ થતાં જ ખેડૂત રવિ ઋતુ માં ખેડૂતો ખેતી કામમાં જોડાઈ ગયા છે ત્યારે ખેડૂતોને સિંચાઈના પાણું પાણી આપવાની કામગીરી સિંચાઈ વિભાગે શરૂ કરી દીધી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેશ્વો અને માઝમ જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને હજારો હેક્ટરમાં પિયતનો લાભ થશે.મોડાસા તાલુકાના મેશ્વો જળાશયમાંથી સિંચાઈ વિભાગે 25 ક્યુસેક પાણી છોડતા મોડાસા તાલુકાના 17 થી 20 જેટલા ગ્રામ્ય વિસ્તારોને સીધો ફાયદો થશે.
રવિવારના દિવસે પ્રથમ પાણી છોડવામાં આવતા મોડાસા તાલુકાના 8 જ્યારે ધનસુરા તાલુકાના 12 જેટલા ગ્રામ્ય વિસ્તારને સિંચાઈનો લાભ થશે. આ સાથે જ બંન્ને તાલુકાના 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલા મેશ્વો જળાશયમાંથી હાલ 100 ક્યુસેક પાણી પ્રથમ પાણી પ્રગતિના પંથે છે, જેનાથી મોડાસાના 40 થી 45, ભિલોડાના 5 જ્યારે ધનસુરાના 3 ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈનો લાભ મળશે. મેશ્વો જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડાતા ત્રણ તાલુકાના 1800 થી 2000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. મેશ્વો જળાશયમાંથી કુલ 4 પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે, જરૂરિયાત મુજબ પાંચ પાણી પણ છોડાશે. માઝમ જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડાતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ કેનાલનું નિરીક્ષણ કર્યું હતું.