મોડાસામાં યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોહલ્લા ક્લિનિકનો પ્રારંભ કરાયો
મોડાસા શહેરમાં લઘુમતી વિસ્તારમાં યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને સામાન્ય દર્દીઓને 10 રૂપિયાના ખર્ચે આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી ઘોરી ચોકમાં હજીયાણી આમેના ક્લિનિકને હાજી યુસુફ મેઘરજી અને શહેરના ખ્યાતનામ ફિઝિશિયન ર્ડો.જમીલ ખાનજીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત તબીબો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
એક પ્રયત્ન તંદુરસ્ત સમાજ માટેના સ્લોગન સાથે ખુલ્લા મુકાયેલ મોહલ્લા ક્લિનિકનું ભગીરથ કાર્ય કરનાર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નઈમભાઈ મેધરેજી, ઉપપ્રમુખ સાજીદ ભાઈ ખાનજી, સેક્રેટરી સરફરાઝ ભાઇ મેઘરેજી, સમગ્ર યુવા ગ્રુપ તેમજ મેઘરેજી પરિવારના તમામ સભ્યોની લોકોએ ભારે સરાહના કરી હતી હાલ મોંઘીદાટ આરોગ્ય લક્ષી સેવાઓમાં નિઃશુલ્ક અને ફક્ત 10 રૂપિયાના ટોકન ચાર્જે શરૂ થયેલ ક્લિનિક અનેક લોકો માટે આશીર્વાદ સમાન બની રહશે