ગાંધીનગર

બાયડના જીતપુર ગામ પાસે હાઈવેની સાઈડમાં રાત્રી દરમ્યાન કેમિકલ ખાલી કરતાં પ્રદૂષણ ફેલાયું

– કેમિકલના કારણે ચોકડી નાના છોડવાઓ અને ઘાસચારો બળી જવા પામ્યો

– કેમિકલથી ખેતરમાં ઉગાડેલા પાકોને નુકશાનની ભીતિ

– પોલીસનું સતત પેટ્રોલિંગ હોવાની વાત વચ્ચે કેમિકલની આખે આખી ટેન્કરો ઠલવાઈ

    બાયડ તાલુકાના જીતપુર ગામે દહેગામ તરફના હાઇવે ઉપર રાત્રી દરમિયાન રોડની સાઈડમાં આવેલી ચોકડીઓમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવામાં આવતા ચોકડીઓમાં ઉગાડેલા ઝાડવાઓ તેમજ ઘાસચારો બળી જવા પામ્યા છે. હાઇવે રૂટ ની બાજુમાં આવેલી ચોકડીઓમાં હજારો લિટર કેમિકલ ખાલી કરવામાં આવતા આસપાસના ખેતરોમાં વાવેતર કરવામાં આવેલા પાકોમાં નુકસાનીની ભિતી સેવાઈ રહી છે.

       પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામની સીમમાં દહેગામ તરફના હાઇવે પાસેની ચોકડીઓમાં થોડાક દિવસો અગાઉ રાત્રી દરમિયાન અજાણા શખ્સો દ્વારા ઉદ્યોગોમાં વપરાતા કેમિકલ નો જથ્થો ટેન્કર દ્વારા ખાલી કરવામાં આવતા સરકાર દ્વારા ઉછેરવામાં આવી રહેલા ઝાડવાઓ સહિત ઘાસચારો પણ બળીને ખાખ થઈ જવા પામ્યો છે. ચોકડીઓમાં એસિડ જેવું કેમિકલ ખાલી કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવવાની સાથે આજુબાજુમાં આવેલા ખેતરોમાં વાવેતર કરેલા પાકોમાં પણ નુકસાનીની ભિતી સેવાઈ રહી છે. આંબલીયારા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતા દાવા વચ્ચે રાત્રિ દરમિયાન આખેઆખું કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવા આવ્યું હોવા છતાં કોઈ શખ્સ હાથ લાગ્યો ન હોવાને લઇ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x