ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં ૧૫૪૩થી વધુ શાળા – કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબની સ્થાપના કરાઇ

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે “સ્વીપ” દ્વારા સાબરકાંઠા જિલ્લાનાં ચાર વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય પાત્રતા ધરાવતાં તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરી મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.

સ્વીપ નોડલ અધિકારીશ્રી હર્ષદ ચૌધરી એ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં “સ્વીપ” અંતર્ગત ૧૪૯૩ થી વધુ થી શાળાઓ અને ૫૦ થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબ (ELC)ની સ્થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પર્ધાઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો, સામાજિક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્યત્વે કામગીરી કરવામાં આવી હતી.
લોકશાહીના આ પાવન અવસરે જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થતું હોય તેવા ૪૨ જેટલા શહેર-ગામોમાં આશરે ૭૨૦૦૦ થી વધુ નાગરિકોને “અવસર રથ” દ્વારા મતદાન કરવા અંગે અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ નાગરિકો અવશ્ય મતદાન કરે તે માટે ૧૬૦૦૦૦ વધુ સંકલ્પ પત્રો અને મતદાન માટે વધુમાં વધુ ઈ-શપથ લેવાય તે હેતુસર સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરેની મદદથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦ નો લોકો ઉપયોગ કરે અને ચુંટણીની પ્રક્રિયા વિશે માહિતી મેળવે તે માટે જિલ્લાની ૧૪૨૦ થી વધુ શાળાઓમાં કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શાળાઓની સાક્ષરતા કલબની મદદથી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા જીઆઇડીસી, મોલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળો પર મતદાન જાગૃતિના અંદાજીત 15 જેવા કાર્યક્રમો થશે. પી.ડબલ્યુ.ડી અને સિનિયર સિટીઝન મતદારો માટે બી.એલ.ઓ. અને અન્ય કર્મચારીઓની મદદથી મતદાનના દિવસે સુનિશ્ચિત મતદાન થાય તેવા પ્રયાસો સ્વીપ દ્વારા હાથ ધરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x