ગુજરાત

અરવલ્લી : ભિલોડા બેઠક પર કોંગ્રેસના યુવા આદિવાસી નેતા રાજેન્દ્ર પારઘીએ જંગી રેલી સાથે વાજતે – ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું  

 ધોલવાણી ત્રણ રસ્તા પર બીરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી,સંતો,મહંતો અને વડીલોના આશીર્વાદ મેળવ્યાકોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં હજ્જારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે ૩૦ ભિલોડા – મેઘરજ વિધાન સભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસનો દબદબાભર્યા વિજયને યથાવત રાખવાના દ્રઠ સંકલ્પ સાથે રાજેન્દ્રભાઈ કાંતીલાલ પારઘીએ હાથમતી નદી કિનારે નીર સાગર કોમ્પલેક્ષ સામે થી ડી.જે ના તાલે વાજતે – ગાજતે ભવ્યાતિભવ્ય શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા – મેઘરજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકરો,વેપારીઓ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાજેન્દ્ર પારઘીને મોવડી મંડળ ધ્વારા મેન્ડેડ આપતા કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.ભિલોડા-મેઘરજ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને કાર્યકરોએ ફુલહાર પેહરાવી,શ્રીફળ આપી,વિજય તિલક કરીને,મિઠાઈની વહેંચણી કરીને ફટાકડાની આતશબાજી કરાઈ હતી.

ભિલોડા – મેઘરજ બેઠક કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘીએ જણાવ્યું કે,ચૂંટણીમાં જંગી બહુમતી થી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ જે કંઈ પગાર મળશે તે હું સમુહ લગ્ન દરમિયાન દિકરીઓને આપીશ,દિવ્યાંગ,અનાથ,અંધ બાળકોને આપીશ,વેપારીઓના પ્રશ્નો હલ કરીશ,ભિલોડા-મેઘરજ મત વિસ્તારના આદિવાસી સમાજના વર્ષો જુના વણ ઉકેલાયેલા વિવિધ પડતર પ્રશ્નો હલ કરીશ તેમ જણાવ્યું હતું.સર્વાગી વિકાસ અને સેવા એ જ મારૂ લક્ષ છે.

સંજય ગાંધી શામળાજી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x