ગુજરાત

ડીસા માં હઝરત શૈખુલ ઇસ્લામના આગમન થી ઇદ જેવો માહોલ છવાયો

ડીસામાં હઝરત શૈખુલ ઇસ્લામ.ના ૨૮ વર્ષ બાદ આમદ થતા ઇદ જેવો માહોલ છવાઇ ગયો હતો હઝરત ના સ્વાગત માટે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાજમમંદિર થી રેલવે સ્ટેશન ચાર રસ્તા થી હુસેની ચોક થી ભાઈજાન બાવા ની દરગાહ સુધી બાઈક તથા ગાડીઓ ની રેલી સાથે ઠેરઠેર અકીદત મનદોદ્વારા ગાડીઓ પર ફૂલો વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હઝરત સૈયદ મદનીમિયા સાહેબ ના દીદાર માટે રીતસર લોકોએ લાઈન લગાવી તેમના દીદાર માટે ખાનકાહ ખાતે સવારે ૧૧ થી૧ સાંજે ૬ થી૮ સુધી અકીદત મનદોએ હઝરત ના દીદાર કર્યા હતા આ પ્રસંગે હઝરત સૈયદ હમઝા અશરફ તથા હઝરત સૈયદ સંકલેન અશરફ તથા હઝરત સૈયદ મોહમદઅલી બાવા તથા હઝરત સૈયદ હસનઅલી બાવાના ફુલહાર કરી દીદાર કર્યા હતા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ડીસા બડાપુરા, છોટા પુરા, મોહમદપુરા, મીરા મોહલ્લા સહિત ના વિસ્તારો સજાવી દીધા હતા ડીસા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રોગ્રામ નું સંચાલન કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x