બોલિવૂડમાં ફ્લોપ થતાં ‘મિસ વર્લ્ડ’ માનુષી છિલ્લરે સાઉથનો રસ્તો પકડ્યો
મિસ વર્લ્ડનો તાજ પોતાના સિરે સજાવનારી માનુષી છિલ્લકર માટે ૨૦૨૨ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણકે તેણીની ડેબ્યૂ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં આવવાની હતી. દરેક લોકો માનુષીને ફિલ્મમાં જાવા તલપાપડ થઈ રહ્યા હતાં. જાકે, માનુષીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. એ અલગ વાત છે કે, તેનાથી માનુષીના કામ પર કોઈ ખાસ ફરક નથી પડ્યો. કારણકે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના નિર્માતા ફિલ્મનું કોઈ પરિણામ આવે તે પહેલા જ તેણીને અન્ય એક ફિલ્મ માટે સાઇન કરી ચુક્યા હતાં. ત્યારબાદ જાન અબ્રાહમની સામે પણ માનુષીને એક ફિલ્મ મળી. પરંતુ, હાલ બોક્સ ઓફિસ પર જે રીતે બોલિવૂડની ફિલ્મોનો ખરાબ હાલ થઈ રહ્યો છે તે જાઈને માનુષી પાસે જેવી સાઉથની ફિલ્મ માટે ઓફર આવી તેણીએ જરાય મોડુ કર્યા વિના ફિલ્મને હા પાડી દીધી.
ખબર મળી રહી છે કે, સાઉથમાં માનુષીનું ડેબ્યૂ તેલુગુ ફિલ્મની સાથે થવા જઈ રહ્યુ છે. તેલુગુ સ્ટાર વરુણ તેજની સામે માનુષીએ આ ફિલ્મ સાઇન કરી છે. પૂર્વ મિસ વર્લ્ડ ફિલ્મમાં વરુણની લીડ હિરોઇન હશે. આ એક એક્શન-રોમેÂન્ટક ફિલ્મ છે. ફિલ્મને શÂક્ત પ્રતાપ સિંહ હાડા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, હાડાએ કોઈ બોલિવૂડ હિરોઇનને લઈને ફિલ્મ બનાવવાની યોજના એટલે બનાવી કારણકે, તે તેલુગુ ફિલ્મને બે ભાષાઓમાં બનાવશે. ફિલ્મ તેલુગુ ભાષાની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થવા જઈ રહી છે. હાડાને આશા છે કે માનુષીના કારણે તે ઉત્તર ભારતીય દર્શકોને પોતાની ફિલ્મ તરફ આકર્ષિત કરી શકશે.
વરુણ તેજની આ ફિલ્મ હાલ તો પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એક ફાઇટર પ્લેન પાયલટની પણ સ્ટોરી છે અને ફિલ્મ વાયુસેનાના સૈનિકોનું જીવન તેમજ જીવનશૈલી દર્શાવશે. તેમાં માનુષીનો રોલ શું હશે, તેના વિશે ડિરેક્ટરે ચુપ્પી સાધી છે. આમતો બોલિવૂડમાં અહીં, વાયુસેના અને સૈનિકોના જીવન પર પણ બે ફિલ્મો બની રહી છે.
ફિલ્મ તેજસમાં કંગના રનૌત જાવા મળી રહી છે, જાકે ગયા અઠવાડિયે જ ઋતિક રોશને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે ફિલ્મ ફાઇટરની શૂટિંગ શરુ કરી દીધી છે. આ ફિલ્મમાં ઋતિક ફાઇટર પ્લેનના પાયલટ છે અને સાથે દીપિકા પાદુકોણ પણ જાવા મળશે. અહીં, માનુષી આવતા વર્ષે યશરાજની કોમેડી ફિલ્મ ‘ધ ગ્રેટ ઈÂન્ડયન ફેમિલી’માં વિક્કી કૌશલ સાથે જાવા મળશે. જાન અબ્રાહમની સાથે તેહરામની શૂટિંગ પણ ખતમ થઈ ચુકી છે.