ગુજરાત

અરવલ્લી જિલ્લામાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ‘અવસર લોકશાહીનો’ રથ ફરશે

ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાન માટે પ્રોત્સાહિત કરવા અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ‘અવસર રથ’નું પ્રયાણ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે.રાજ્યમાં તા.૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ મોડેલ સ્કૂલ મેઘરજ ખાતેથી અવસર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શરૂઆતમાં મોડેલ સ્કૂલ મેઘરજ ની વિદ્યાર્થીનીઓ દ્વારા લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ રથ પંચાલ, ઇસરી, છીટાદરા, રખાપુર, રેલાવાડા ખાતે ભ્રમણ કરવામાં આવ્યું. ત્યારબાદ ભિલોડા તાલુકાના દહેગામડા, ભેટાલી, પાલ્લા, ટાકાટુકા ખાતે અવસર રથ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના નિવૃત્ત શિક્ષક અને નાટ્યકાર જયેન્દ્રભાઈ પંડ્યા દ્વારા મેઘરજ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ની લઘુ નાટિકા રજૂ કરીને મતદાન જાગૃતિમાં અવસર રથ સાથે પૂરક કામગીરી કરવામાં આવી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x