રાષ્ટ્રીય

દેશનું પ્રથમ ખાનગી રોકેટ Vikram-S સફળતાપૂર્વક લોન્ચ

ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થાએ શુક્રવારના રોજ પ્રાઇવેટ કંપની દ્વારા નિર્મિત દેશનું પહેલું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીના વિક્રમ-એસ રોકેટને શ્રીહરીકોટમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના લોન્ચપેડથી સવારે 11.30 વાગ્યે લોન્ચ કર્યું હતું. દેશના પહેલા ખાનગી રોકેટ વિક્રમ-એસનું લોન્ચિગ આજે સવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સાડા અગિયાર કલાકે કરવામાં આવ્યું હતું. સ્કાઈરુટ એરોસ્પેસે બે વર્ષમાં વિક્રમ-એસ રોકેટને વિકસિત કર્યું છે. કંપની માટે આ લોન્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણે આ એ 80 ટકા ટેક્નોલોજીની માન્યતા આપવા માટે મદદ કરશે જેનો ઉપયોગ વિક્રમ-1 કક્ષીય વાહમાં કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ-એસના પ્રક્ષેપણની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, તે ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ રોકેટને સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેના મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે. આ વિક્રમ-એસ રોકેટે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરી છે. રોકેટનું નામ ‘વિક્રમ-એસ’ ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે. તેમણે સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x