*બેન્ક ઓફ બરોડા દ્વારા પેન્શનરોને હયાતિ માટે ઠાગાઠૈયા*
પેન્શનરોને પેન્શન મેળવવા માટે દર વર્ષે હયાતીનુ સર્ટીફિકેટ આપવુ પડે છે. બેંકો દ્વારા પેન્શનરોની હયાતી ચકાસવામાં આવે છે, પરંતુ બેંકો દ્વારા પેન્શનરોને હયાતિ માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠી છે. સેક્ટર-૨૬ ખાતે રહેતા સવજીભાઈ લઘરાભાઈ પટેલે ફરીયાદ કરી છે કે તેઓનું પેન્શનનું ખાતુ બેન્ક ઓફ બરોડામાં છે. બેન્કમાં હયાતિ માટે ઠાગાઠૈયા કરવામાં આવે છે. તેઓએ હયાતિ માટે બેંકમાં ચાર-ચાર ધક્કા ખાધા તેમ છતાં તેમની હયાતિ ન થતા પેન્શન પર અસર થાય તેમ છે. આ બાબતે તેમણે બેંક ઉપરાંત ગ્રાહક સુરક્ષા ખાતુ અને કાયદા વિભાગને પણ પત્ર લખી રજૂઆત કરી છે.