ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ગીફટસીટીમાં અત્યાધુનિક સાધનોથી સુસજ્જ લીલાવતી હોસ્પિટલ શરૂ થશે

 

ગીફ્ટસીટી ખાતે ટૂંક સમયમાં અત્યાધુનિક સાધનોથી સુસજ્જ લીલાવતી હોસ્પિટલ શરૂ થશે. લીલાવતી હોસ્પિટલ ગુજરાતમાં શરૂ થતા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે.
ગીફ્ટસીટી ખાતે ટૂંક સમયમાં અદ્યતન લીલાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલના સ્થાપક અને કાયમી ટ્રસ્ટી કિશોર મહેતા, ચારૂ મહેતા, પ્રશાંત મહેતા અને રાજેશ મહેતા ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા લીલાવતી હોસ્પિટલનો ગીફ્ટસીટી ખાતે પ્રારંભ કરી રહ્યા છે.
આ હોસ્પિટલમાં ૩૦૦ બેડ સાથે અત્યંત ક્વોલીફાઈડ ડૉક્ટરોનો સ્ટાફ અને અન્ય પેરામેડીકલ સ્ટાફ કાર્ય કરશે. પ્રશાંત મહેતાએ વધુમાં જણાવ્યુ કે ગીફ્ટસીટી ગાંધીનગરમાં લીલાવતી હોસ્પિટલ સ્થાપીને અમે અમારા માતા-પિતાનું ગુજરાતમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સ્થાપવાનું સપનું સાકાર કરી રહ્યા છીએ અને દરેક પ્રકારે સમાજને કશુંક પરત આપવાના વારસાને જાળવી રાખીને અમારા પરિવારનો વારસો અકબંધ રાખી રહ્યા છીએ. અમે ગીફ્ટસીટીમાં લીલાવતી હોસ્પિટલ મારફતે ગુજરાતના લોકોની સેવા કરવા માટે આશાવાદી છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x