વિધાનસભા સત્ર પહેલા જ હાર્દિક પટેલની આ જાહેરાતથી રૂપાણી સરકાર મુશ્કેલીમાં
18 સપ્ટેમ્બર થી વિધાન સભાનું ટૂંકું સત્ર મળનાર છે,ત્યારે આ બાજુ કૉંગ્રેસ રૂપાણી સરકારને મગફળી કાંડ સહિતના અનેક મુદ્દે ઘેરવાની રણનીતિ બનાવી રહ્યુ છે, ત્યાં બીજી બાજુ હાર્દિક પટેલને લઇ ભાજ્પ માટે સૌથી આઘાત જનક સમાચારો આવ્યા છે.
મળતી માહીતી મુજબ, 18 સપ્ટેમ્બરથી શરૂ થતા વિધાનસભા ના ટૂંકા સત્રમાં હાર્દિક પટેલ વિધાનસભામાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જો કે સત્ર દરમ્યાન હાર્દિક વિધાનસભાની પ્રેક્ષક ગેલરીમાં બેસીને હાજરી આપી શકે છે, જો કે હાર્દિક ની પ્રેક્ષક ગેલરીમાં હાજરી પણ ભાજ્પ માટે મુશ્કેલી સાબીત થઈ શકે છે, જેથી શકય છે, કે કદાચ હાર્દિક ને વિધાનસભામાં પ્રવેશવા ના દેવાય.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ટૂંકા સત્રમાં કોંગ્રેસ રૂપાણી સરકારને ઘેરવા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો મુદ્દો વિધાનસભા માં ઉઠાવી શકે છે, આ દરમ્યાન જો હાર્દિકને વિધાનસભામાં પ્રવેશ ના મળે તો કદાચ હાર્દિકના ફોટા પણ જોવા મળી શકે છે. જો હાર્દીક્ને પ્રવેશ મળશે, તો સત્ર તોફાની બનવાની શક્યતાને જરા પણ નકારી શકાય નહીં.