*અરવલ્લીઃમોડાસા વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરએ ધનસુરા તાલુકાના ગામોમાં પ્રચાર શરૂ કર્યો*
અરવલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ ના ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ પ્રચાર ની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર એ ગામડે ગામડે જઈ પ્રચાર શરુ કર્યો છે.જેમાં કોંગ્રેસ ના ઉમેદવારે ધનસુરા તાલુકા માં લોક સંપર્ક નો કાર્યક્રમ કર્યો હતો અને ધનસુરા ના નવી શિણોલ, દોલપુર,નાની વાવ, મોટી બોરવાઇ સહિતના ગામોમાં જઇ સભા કરી હતી. અને લોકોને મત આપવા અપીલ કરી હતી.કોંગ્રેસ ના ઉમેદવાર એ કોંગ્રેસ ને મત આપી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો.ચુંટણી માં હવે થોડાક દિવસો બાકી હોવાથી ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા બેઠક ના ઉમેદવાર ના આ પ્રચાર કાર્યક્રમ માં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ પટેલ કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.