*અરવલ્લીઃબાયડ વિધાનસભાના ભાજપી ઉમેદવાર ભીખીબેન પરમારે રડોદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો.*
અરવલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ ના ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ પ્રચાર ની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર ભીખીબેન પરમાર એ ગામડે ગામડે જઈ પ્રચાર શરુ કર્યો છે.જેમાં ભાજપ ના ઉમેદવારે બાયડ તાલુકા માં આવતા ગામોમાં લોક સંપર્ક નો કાર્યક્રમ કર્યો હતો અને બીબીપુરા, અલવા કંપા,રડોદરા, અમરાપુર સહિતના ગામોમાં જઇ સભા કરી હતી. અને લોકોને મત આપવા અપીલ કરી હતી.ભાજપ ના ઉમેદવાર એ ભાજપ ને મત આપી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો.ચુંટણી માં હવે થોડાક દિવસો બાકી હોવાથી ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક ના ઉમેદવાર ના આ પ્રચાર કાર્યક્રમ માં જિલ્લા પંચાયત સદસ્ય રવિભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ નેહાબેન પટેલ ભાજપ ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.