અરવલ્લી:મોડાસામાં એબીવીપી દ્વારા મતદાર જાગૃકતા અભિયાન હેઠળ રેલી અને સભા યોજાઇ*
અરવલ્લી ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ હાથવેંતમાં છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા તથા સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારે મતદાર જાગૃતતા અભિયાન અંગે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા વિદ્યાર્થીઓની મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી અને મોડાસા કોલેજ કેમ્પસમાં મતદાન જાગૃતિ અંગે સભા પણ યોજવામાં આવી હતી
આ બધા કાર્યક્રમ વડે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સભામાં તથા રેલીમાં એકત્રિત થયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ વિધાનસભા ચૂંટણી 2022 માં 100% મતદાન કરાવવા સંકલ્પ કર્યો હતો
વધુમાં રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર જે વિદ્યાર્થીઓને મતદાન કરવાનો મોકો મળ્યો છે તેવા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા અને મોબાઈલના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સો ટકા મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી અને સંકલ્પ કરવામાં આવ્યો હતો કે બધા કામ છોડી સૌથી પહેલા મતદાન કરીશું ના સૂત્રોચાર સાથે જાગૃતિ રેલીથી મોડાસાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.