યુવતીઓની આત્મનિર્ભરતાનો સંવેદનશીલ સંદેશો આપતી એક શુદ્ધ ગુજરાતી “વર્જિનિટી ડીલ” ફિલ્મ રિલિઝ
દરેક યુવતીઓની આત્મનિર્ભરતાનો સંવેદનશીલ સંદેશો આપતી એક શુદ્ધ ગુજરાતી “વર્જિનિટી ડીલ” ફિલ્મ સિનેમાઘરો રિલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ એક નવા દ્રષ્ટિકોણ તરફ આંગળી ચીંધે છે. આ ફિલ્મ મિલેનિયા ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. દરેક યુવાનોને એસ. ડબલ્યૂ. ઓ. ટી. એનાલિસિસ કરી પોતાની સ્કિલ પોર્ટફોલિયો તૈયાર કરવા કહે છે અને પછી અસાધારણ ટેલેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો ખુદનો વ્યવસાય કરી પગભર થઇ જવાય એવું અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ગાંધીનગર શહેરના પરાગ પંડ્યા, નિશા જાની, રોહન બારોટ, તપન વ્યાસ અને ધવલ દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મનું સમગ્ર શૂટિંગ ગાંધીનગર, અમદાવાદ અને એની આસપાસ વિસ્તારોમાં ગુલાબ હોમ્સ, તેલવ ગામ તથા બંસરી રિસોર્ટ, પિંડારડામાં ફિલ્માવવામાં આવ્યુ છે. “મહારાજા” અને “ઇમુ ક્રિશ્ચિયન” દ્વારા સર્જાયેલા સુંદરમય ગીતો એક તર્દન નવો ચીલો ચીતરે છે સાથે નવોદિત ગાયકોનો અવાજ ગીતોને સુમધુર બનાવે છે. દિગ્ગજ કલાકારોએ નવોદિત સ્ટાર કાસ્ટને અનેરું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આત્મહત્યાથી આત્મનિર્ભરતા સુધીની સફર અને જીવનમાં સુખરૂપ સ્થાયી થતી યુવતીની વર્જિનિટીની લેવડ-દેવડમાંથી પસાર થતી જીવનની કડી ખૂબ લાક્ષણિક રીતે દર્શાવી વાર્તા-લેખક અને એની યોગ્ય રજૂઆત પરદા પર દિગ્દર્શક દ્વારા સમાજને સાચો સંદેશ આપવામાં તેઓ ઘણા અંશે સફળ રહ્યા છે. કેનેડા રિટર્ન ફિલ્મ ડિરેક્ટર મિતાલી જાની નો ફિલ્મ ક્ષેત્રે આ બીજો સાહસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આશિર્વાદરૂપ સાબિત થયો છે.