ગુજરાત મજૂરોને દૈનિક વેતન આપવામાં સૌથી પાછળ, કેરળ રાજય નંબર-૧ ઉપર છે
આરબીઆઇના નવા રિપોર્ટમાં મજૂરોના વેતનને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે.
ભારતમાં દર ૧૨ મિનિટે એક મજૂર આત્મહત્યા કરે છે. ઘણી વખત આ મજૂરોની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી પણ જાવા મળતા હોય છે. આરબીઆઇના નવા રિપોર્ટમાં મજૂરોના વેતનને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે. ૨૦૨૧-૨૨ના આંકડા દર્શાવે છે કે, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો મજૂરોને દૈનિક વેતન આપવામાં સૌથી પાછળ છે, જ્યારે કેરળ એવું રાજ્ય છે, જ્યાં મજૂરોનું વેતન સૌથી વધુ જાવામાં આવે છે.
આરબીઆઇના રિપોર્ટ અનુસાર, ૨૦૨૧-૨૨માં કૃષિ મજૂરોનું રાષ્ટÙીય સરેરાશ દૈનિક વેતન ૩૨૩.૨ રૂપિયા હતી. મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં, ખેતમજૂરોની દૈનિક વેતન રૂ. ૨૧૭.૮, તો ગુજરાતમાં તે રૂ. ૨૨૦.૩ છે. બીજી તરફ, કેરળમાં ગ્રામીણ ખેતમજૂરોને ૭૨૬.૮ રૂપિયા દૈનિક વેતન આપવામાં આવે છે. બાકીના રાજ્યોની વાત કરીએ તો ઓડિશામાં દૈનિક વેતન રૂ. ૨૬૯.૫, Âત્રપુરામાં રૂ. ૨૭૦, મહારાષ્ટÙમાં રૂ. ૨૮૪.૨ અને યુપીમાં રૂ. ૨૮૮.૦ છે.
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુએ કેરળ પછી સૌથી વધુ દૈનિક વેતન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ખેત મજૂરોને રૂ. ૫૨૪.૬, હિમાચલમાં રૂ. ૪૫૭.૬ અને તમિલનાડુમાં રૂ. ૪૪૫.૬ આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામમાં રોકાયેલા પુરૂષ મજૂરોને ૨૦૨૧-૨૨માં સરેરાશ દૈનિક વેતન રૂ. ૩૭૩.૩ મળ્યું છે. અહીંયા પણ કેરળ મોખરે છે અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ પાછળ છે. કેરળમાં બાંધકામ કરતા કામદારોને રોજનું ૮૩૭.૭ રૂપિયા વેતન મળે છે. જ્યારે ગુજરાતમાં દૈનિક વેતન રૂ. ૨૯૫.૯ અને સ્ઁમાં રૂ. ૨૬૬.૭ છે.
ગયા વર્ષે, બાગાયતમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.૩૨૯.૭ હતું. આ મજૂરોને માત્ર સ્ઁ અને ગુજરાતમાં જ સૌથી ઓછુ દૈનિક વેતન મળે છે. બાગાયતમાં રોકાયેલા મજૂરોને એમપીમાં રૂ. ૨૦૩.૫ અને ગુજરાતમાં રૂ. ૨૧૬.૫ મળ્યા છે, જ્યારે કર્ણાટકે મહત્તમ દૈનિક વેતન રૂ. ૩૬૮.૬ આપ્યું છે. ખેતી સિવાયના અન્ય કામોમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.૩૨૬.૬ છે. અહીં પણ કેરળ ટોચ પર રહ્યું અને એમપી-ગુજરાત તળિયે રહ્યું છે. કેરળમાં બિન-કૃષિ કામોમાં રોકાયેલા પુરૂષ મજૂરોને ૨૦૨૧-૨૨માં ૬૮૧.૮ રૂપિયા દૈનિક વેતન મળ્યું છે. જ્યારે, સ્ઁમાં માત્ર ૨૩૦.૩ અને ગુજરાતમાં ૨૫૨.૫ રૂપિયા મળ્યા છે.
મનરેગા એટલે મહાત્મા ગાંધી રાષ્ટÙીય ગ્રામીણ રોજગાર ગેરંટી, આ અંતર્ગત મજૂરોને વર્ષમાં ૧૨૦ દિવસ કામ આપવામાં આવે છે. આ મજૂરોને રોજનું કેટલું વેતન મળશે? તે દર વર્ષે વધે છે અને દરેક રાજ્યમાં બદલાય છે. મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન મળે છે. હરિયાણામાં મજૂરોને દૈનિક મજૂરી તરીકે ૩૩૧ રૂપિયા આપવામાં આવે છે. તે પછી ગોવા છે જ્યાં તમને રોજના રૂ.૩૧૫ મળે છે. કેરળ ત્રીજા નંબરે છે અને અહીંના મજૂરોનું દૈનિક વેતન રૂ.૩૧૧ છે.