આવતાં સપ્તાહથી ટવીટર પર સસ્પેન્ડ થઈ ગયેલા એકાઉન્ટ ફરીથી શરૂ થઈ જશેઃ મસ્કની જાહેરાત
એલોન મસ્કે મતદાન બાદ પ્રતિબંધિત ટવીટર એકાઉન્ટ માટે માફીની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે. મસ્કે યુઝર્સને એ વાત પર મતદાન કરવા માટે કહ્યું કે શું ટવીટરના સસ્પેન્ડેન્ડ એકાઉન્ટસને માફી આપવી જાઈએ કે નહીં ? મસ્કે ૨૩ નવેમ્બરે એક પોલ ટવીટકર્યો હતો જેમાં તેમણે પૂછયું હતું કે શું ટવીટરને સસ્પેન્ડેડ એકાઉન્ટને માફી આપવી જાઈએ ?
જા કે તેમણે કાનૂન તોડ્યો હશે અથવા ગંભીર સ્પેમમાં સંડોવણી હશે તો આ માફી આપવી જાઈએ ? આ પોલમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોલના પરિણામ પ્રમાણે ૭૨.૪% યુઝર્સે ‘યસ’ તો ૨૭.૬% યુઝર્સે ‘નો’ ઉપર Âક્લક કર્યું હતું. પોલમાં ૩૧ લાખ ૬૨ હજાર ૧૧૨ લોકોએ ભાગ લીધો હતો. પોલને ૧૭૬.૦૯ હજાર લોકોએ લાઈક તો ૬૭.૮ હજાર લોકોએ રિ-ટવીટ કર્યો હતો. પોલ અંગે ૫૩ હજારથી વધુ લોકોએ રિપ્લાય કર્યો છે. પોલ બાદ મસ્કે ટવીટ કરીને કહ્યું કે આવતાં સપ્તાહથી માફી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ૨૨ મહિના બાદ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ૨૦ નવેમ્બરે મસ્કે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે ટ્રમ્પના એકાઉન્ટને ફરીથી શરૂ કરવું કે નહીં તે માટે એક પોલ કર્યો હતો જેમાં ૫૧.૮% યુઝર્સે એકાઉન્ટને ફરીથી શરૂ કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે ૪૮.૨% યુઝર્સ એકાઉન્ટને ફરીથી શરૂ કરવાના પક્ષમાં નહોતા. આ પોલને ૧૩૫ મિલિયનથી વધુ લોકોએ જાયો હતો.