ગુજરાત

નરેન્દ્ર મોદીને સત્તામાં ૨૧ વર્ષ, ઇÂન્દરાગાંધી-મનમોહનસિંહનો રેકોર્ડ તોડી પાડ્યો

૨૧ વર્ષ પહેલા ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

આજના સમયમાં ભારતનું સમગ્ર રાજકારણ નરેન્દ્ર મોદીની આસપાસ ફરતું જાવા મળી રહ્યું છે. જાકે સમયની સાથે સાથે રાજનીતિ પણ બદલાતી રહે છે, જાકે હાલ ભારતની રાજનીતિમાં નરેન્દ્ર મોદીનો સમય ચાલી રહ્યો છે. ૨૧ વર્ષ પહેલા ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે ૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બંધારણી હોદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૧ વર્ષ પૂરા થઈ ગયા છે.
નરેન્દ્ર મોદીએ ૧૨ વર્ષથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મોદી ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી પણ છે. તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ૪ ટર્મનો હતો. જાકે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. તો બીજી તરફ જા નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમામ કાર્યકાળને જાડવામાં આવે, તો મોદી ભારતમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતાઓમાંથી એક છે. વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી ૭,૭૧૦ દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યું છે અને તેમનો ઁસ્ પદનો કાર્યકાળ પૂરો થવામાં હજુ સમય બાકી છે. મુખ્યમંત્રી અને વડાપ્રદાન તમામ કાર્યકાળમાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૪,૬૧૦ દિવસ અને વડાપ્રધાન તરીકે ૩,૧૦૦ દિવસ સંભાળ્યું.
નરેન્દ્ર મોદી ૩૧૦૦ દિવસથી વડાપ્રધાન પદે સેવા આપી રહ્યા છે, જાકે તેમના કરતા આ પદ પર સૌથી વધુ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈÂન્દરા ગાંધી અને મનમોહનસિંહ રહેલા છે. વડાપ્રધાનના હોદ્દા પર જવાહલાલ નેહરુનો કાર્યકાળ સૌથી વધુ ૬૧૩૦, ઈÂન્દરા ગાંધીનો કાર્યકાળ ૫૮૨૯ અને મનમોહનસિંહનો કાર્યકાળ ૩૬૫૬ દિવસનો છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીના વર્તમાન કાર્યકાળ ૨૯ મે-૨૦૨૪ના રોજ સમાપ્ત થશે, જાકે ત્યાં સુધીમાં સૌથી વધુ વડાપ્રધાન પદ પર રહેવાના મામલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પાછળ છોડી દેશે. તો નેહરુ અને ઈÂન્દરા ગાંધીથી આગળ નિકળવા માટે ઁવડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૩૧ સુધી સત્તામાં રહેવું પડશે.
જાકે ઈÂન્દરા ગાંધી અને મનમોહનસિંહની તુલનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. આ મામલે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરમાં છે, કારણ કે નેહરુ પણ ક્યારે ચૂંટણી હાર્યા ન હતા. ૧૯૭૭માં ઈÂન્દરા ગાંધી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે મનમોહનસિંહ ૧૯૯૯માં દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી હાર્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તમામ વિધાનસભાની ચૂંટણીઓ અથવા પેટાચૂંટણીઓ જીતી અને ૨૦૧૪ અને ૨૦૧૯માં બે લોકસભા ચૂંટણી પણ જીતી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x