ગુજરાત

ગુજરાતમાં આપની પાર્ટી સરકારમાં આવી રહી છે. લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજાશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ પથ્થરબાજી શરૂ કરી દીધી છે. લીબાયતમાં ભાજપના લોકોએ કાર્યકરોને છુરા બાજી કરી હતી, ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યા છે. ત્યારે મારે કહેવાનું થાય છે કે ગુજરાતની જનતા પર હુમલો કરવાનું બંધ કરો. છેલ્લા ૨૭ વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે જેથી આ વખતે અમારા આવવાથી તેઓ બોખલાઈ ગયા છે. બધા લોકો ભાજપ છોડી આપને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસને વોટર મળી રહ્યા નથી.
કેજરીવાલે ઉમેર્યું હતું કે, ગુજરાત બદલાવ માંગી રહ્યા છે. આજે હું કહું છું કે ગુજરાતમાં આપની પાર્ટી સરકારમાં આવી રહી છે. લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.
કેજરીવાલે ઉમેર્યું હતું કે, સરકારી કર્મચારીઓને આશ્વાસન આપવા માંગુ છું કે જે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ૩૧ જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જ બચ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે અને પોતાની પાર્ટી સરકારમાં આવશે તેવા દાવા કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કેજરીવાલે સુરતમાં પ્રેસ કરી હતી. બીજી બાજુ આજે પીએમ નરેન્દ્ર મોદી પણ સુરતમાં સભાઓ અને રોડ શો કરવાના છે ત્યારે સુરતની તમામ સીટો પર ભાજપ અને આમ વચ્ચે સીધી ટક્કર જાવા મળી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x