ગુજરાત

જયનારાયણ વ્યાસનો કોંગ્રેસને ટેકોઃસિધ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો

ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ૨૦ દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.

ગેહલોત સાથેની મુલાકાત ચર્ચામાં રહીએક તરફ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદ જાહેર કરી અને તેના થોડા સમય બાદ જ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા. રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચા હતી. જાકે, વ્યાસે ગેહલોત સાથેની તેમની મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ૪ દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઊતરશે. ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અમદાવાદની વેજલપુર આજકાલ આ બેઠક વધુ ચર્ચામાં છે, જેની પાછળનું કારણ છે એક વાઈરલ તસવીર. ચૂંટણીને લઈ વેજલપુર બેઠક પર કાંટે કી ટક્કર જેવો ઘાટ છે અને ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો જારશોરથી પ્રચાર કરી રહ્યાં છે. તેવામાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ અને કોંગ્રેસના આગેવાનો સાથે એક ફોટોમાં સાફ જાવા મળી રહ્યાં છે. એક તરફ ચૂંટણી જંગ હોય અને તેવામાં આ વાઈરલ થયેલી તસવીર શું કહેવા માંગે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x