ગુજરાત

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય કેમ્પસમાં ફાયર ફાઈટર નું રૂબરૂ નિદર્શન.

ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ના બાળકોને ફાયર ફાઈટર વિશે માહિતી આપવા માટે ખેડબ્રહ્મા નગરપાલિકા ની ફાયર બ્રિગેડિયર ટીમ ફાયર ફાઈટર સાથે શ્રી જ્યોતિ વિદ્યાલય કેમ્પસમાં સવારે 8: 30 કલાકે આવી પહોંચી હતી

ફાયર ફાઈટર ના પાયલોટ સંતોષ પટેલ અને જીગર દાવડા દ્વારા ફાયર ફાઈટર વિશે સંપૂર્ણ માહિતી આપી બાળકોને માહિતગાર કર્યા હતા
ફાયર ફાઈટર કેવી રીતે કામ કરે છે તે માટે 100 નંબર ડાયલ કરવાથી પોલીસ અમારી મદદ દ્વારા આકસ્મિક બનેલ ઘટના સ્થળે પહોંચવા અમને જાણ કરતી હોય છે. તાબડતો ઘટના સ્થળે અમારી ટીમ સાથે અમે પહોંચી જતા હોઈએ છીએ અને ઘટના સ્થળે બનેલ ઘટના સંદર્ભે કામગીરી ચાલુ કરીએ છીએ
લગભગ ત્રણ માળ સુધી આગ લાગે તો ફાયર ફાઈટરની સીડી દ્વારા ત્રીજા માળ સુધી જવાની વ્યવસ્થા હોય છે
ત્રીજા માળી ફસાયેલા લોકોને ઉતારવા માટે દોરડાથી બનાવેલી સીડી પણ ઈમરજન્સી રાખવામાં આવે છે
લગભગ 20000 લીટર પાણીની કેપીસીટી ધરાવતી આ ફાયર ફાઈટર ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 80 લાખના ખર્ચે ખેડબ્રહ્મા નગરપાલિકાને સુપ્રત કરેલ છે.
નાના બનાવો અથવા તો કોઈ ગલી મોહલ્લામાં જવા માટે નાની ફાયર ફાઈટર પણ નગરપાલિકામાં અવેલેબલ છે
જેમાં 15000 લિટર જેટલી પાણીની કેપીસીટી હોય છે
ભયાનક આગ લાગી હોય ત્યારે સંપૂર્ણ સજ્જતા સાથે હેલ્મેટો ઉપરાંત અગ્નિશામક ગણવેશ કોડ સાથે સમગ્ર ટીમ દ્વારા આગને કાબુ કરવા પ્રયત્ન કરવામાં આવે છે.
નદી તળાવ કે ઝરણાઓમાં ડૂબતા માણસને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા માટે પણ ફાયર ફાઈટર ના જવાનો તાબડતો પહોંચી તેનું રેસ્ક્યુ કરતા હોય છે
કૂવામાં પડી ગયેલ માણસને શોધવા માટે પણ કેમેરાની વ્યવસ્થા હોય છે આ ઉપરાંત લોખંડની બિલાડી નાખીને પણ અંદર પાણીમાં રહેલ વસ્તુને શોધીને બહાર કાઢવા માટે ની વ્યવસ્થા પણ છે
ખેડબ્રહ્મા તાલુકા માટે તેમજ આજુબાજુના તાલુકાઓ માટે એક સંજીવની તરીકે આ ફાયર ફાઈટર કામ કરે છે
ગુજરાત સરકાર દ્વારા ફાળવેલ આ ફાયર ફાઈટર ગુજરાત સરકારનું સરાહનીય પગલું ગણી શકાય
શ્રી જ્યોતિ વિદ્યાલય નો સમગ્ર સ્ટાફ તથા કેજી વન થી ૧૨ સુધીના તમામ બાળકોને
બંને પાયલોટો દ્વારા ખૂબ સંતોષકારક માહિતી પીરસવામાં આવી હતી
નગરપાલિકા સી.ઓ ઓફિસર અગ્રવાલ સર તેમજ એસ.આઈ નરેન્દ્રસિંહ તેમજ સંતોષ પટેલ અને જીગર દાવડા નો
શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ; ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x