ખેડબ્રહ્મા શહેરગામ વિસ્તારમાંઆવેલ મોટા ઠાકોર વાસ વણકરવાસ ભાભીવાસ વાલ્મિકી વાસ નાના ઠાકોર વાસ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ અમરસિંહ ચૌધરી ને મળતું ભવ્ય જનસમર્થન
ખેડબ્રહ્મા ગામ વિસ્તાર મોટા ઠાકોર વાસ વણકરવાસ ભાભીવાસ વાલીમીકિ વાસ નાનો ઠાકોર વાસ ખેડબ્રહ્મા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ અમરસિંહ ચૌધરી ને ગામ લોકો દ્વારા ફૂલોના હાર પહેરાવે તેમજ શ્રીફળ આપી જંગી બહુમતીથી વિજય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તુષારભાઈ દ્વારા પણ ગામના લોકોને કહેવામાં આવ્યું કે હું જીતીશ તો ગામના તેમજ તાલુકાના તમામ વિકાસના કામો કરીશ અને તુષારભાઈએ ગામના લોકોને તેમના પિતા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીને પણ યાદ કરતા કહ્યું હતું કે ખેડબ્રહ્મા ને કોંગ્રેસનો ગઢ તેમને જ બનાવ્યો હતો આજે પણ ખેડબ્રહ્મામાં કોંગ્રેસનો ખૂબ જ દબદબો છે
ગુજરાત વિધાનસભા ની ચુંટણી નો જંગ જામ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા વિધાનસભા ની બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર આદિવાસી સમાજ ના હોવાથી કાંટા ની ટકર જોવા મળી રહી હોય તેવું અનુમાન હતું અહીં કોંગ્રેસ નું પલ્લું ભારે દેખાઈ આવે છે ને મતદારો મુખે ચર્ચાઈ રહ્યું છે બાવાના બેય બગડે તો નવાઈ નહીં
ડોક્ટર તુષારભાઈ અમરસિહ ચૌધરી દ્વારા ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તાર વિધાનસભા ના મતદારો નો પ્રચંડ સહકાર મળી રહ્યો છે
ખેડબ્રહ્મા શહેરમાં ગામ વિસ્તાર તુષારભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત તથા જન સમર્થન જોવા મળી રહ્યું છે…..
રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા