૮મી ડિસેમ્બરે કોઈપણ રાજકીય પક્ષને બહુમતિ નહીં, જ્યોતિષોની દ્રષ્ટિએ એÂક્ઝટ પોલ ખોટા પડશે
બીજા તબક્કાની ચૂંટણી બાદ ગઈ મોડી સાંજે જાહેર થયેલા વિવિધ એÂક્ઝટ પોલમાં એવુ તારણ નિકળ્યુ છે કે, ભાજપ સતત ૭મી વખત ગુજરાતમાં સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ રહ્યાં છે. આ વરતારા વચ્ચે હવે જ્યોતિષિઓ પણ મેદાનમાં આવી ગયા છે. મતદાનના દિવસોની કુંડળીઓને જાઈને તેઓએ એવો વર્તારો આપ્યો છે કે, ૮મીએ જાહેર થનારા પરિણામમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી શકશે નહી, Âત્રશંકુ ધારાસભાની શક્યાતઓ પણ છે. જ્યોતિષ શા†ની દ્રષ્ટીએ એÂક્ઝટ પોલ મુજબના પરિણામો નહી આવી રહ્યાં હોવાનુ જાણ્યા બાદ ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. તેઓએ હવે અન્ય ટોચના જ્યોતિષિઓ પાસે પરિણામ શું હોઈ શકે તેનો વરતારો કાઢવાનુ શરૂ કર્યુ છે.
૧લી ડીસેમ્બરની સવારની કુંડળી જાતા એવો વરતારો કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષ માટે તેમણે ધારેલાપરિણામો નહી આવે. હંગ એસેમ્બલીની પૂરી શક્યાતાઓ છે. કેમકે લગ્નને મંગળ વક્રી, સાતમાંને લાભેશ અસ્તના ( શુક્ર-બુધ ) ઘર ફૂટે ઘર જાય, છટ્ઠાનો માલીક સાતમે, શનિ સ્વગ્રહી ગુરૂ પર દ્રષ્ટી લગ્નેશ, મહત્વની ભૂમિકા રહે છે. જ્યારે ૫મીના દિવસની કુંડળી મુજબ, ભાગ્યેશ ચંદ્ર પણ ભાગ ભજવે. બીજા કુટંબ સ્થાનના માલીક ગુરૂ પર શનીની દ્રષ્ટી. ફરક ચંદ્રનો છે. આમ ૧ અને ૫ ડીસેમ્બરના દિવસની કુંડળી જાતા રાહુ પણ મહત્વનો ભાગ ભજવશે. જ્યોતિષિઓએ એવુ તારણ કાઢ્યુ છે કે, સેનાપતિ વક્રી મંગળની દ્રષ્ટી,સુર્ય,શુક્ર ઉપર ચોથી કર્મ ઉપર આ દિવસના પરિણામ આશ્ચર્યજનક જાવા મળશે. શનીની ગુરૂ પરની દ્રષ્ટીથી પરિણામ રસપ્રદ બનશે.
મોટાભાગના એÂક્ઝટ પોલના વરતારા મુજબ ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તાના સૂત્રો સંભાળશે. જેને લઈને ગઈકાલથી જ શેરબજારના સટ્ટોડીયાઓ ગેલમાં હતા. શેરબજાર ૫૦૦કે ૭૦૦ પોઈન્ટ ઉપર ખુલશે એવી ગણતરી મુકાતી હતી. દર વખતે ભાજપની તરફેણમાં પરિણામો આવવાનો વરતારો હોય ત્યારે શેરબજાર વધતુ હોય છે. કદાચ પ્રથમ વખત એવુ બન્યુ છે કે, ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમતિ મળશે તેવા તારણો નિકળ્યા હોવા છત્તા શેરબજાર વધવાને બદલે આજે તૂટ્યુ છે. સવારે બજારમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અનેક Âસ્ક્રપ્ટના ભાવોમા ઘટાડો નોંધાયો છે. જેને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે,૮મીએ જાહેર થનારા પરિણામો એÂક્ઝટ પોલના તારણો કરતા જૂદા આવી શકે છે.