ગુજરાત

કોરોના બાદ હવે ઓરીની ચિંતાઃઅમદાવાદ-ગાંધીનગરમાં ઓરીના કેસ વધતા ડબ્લ્યુઓએ રાજકોટમાં તપાસ માટે ટીમ મોકલ

રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમ મોકલી દીધી છે જે સીધી મનપાની આરોગ્ય શાખા સુધી પહોંચી હતી અને સરવે કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ મિઝલ્સ એટલે કે ઓરીના કેસને લઈને ચિંતિત છે અને રાજકોટમાં તેની Âસ્થતિ જાણીને ડબ્લ્યુએચઓને રિપોર્ટ કરવા માટે તૈયારી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરીના કેસ તેમજ અછબડાના કેસ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગત સપ્તાહે આ કેસની સંખ્યા ૧૦૦૦ કરતા પણ વધી હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ કેસ દેખાતા રાજકોટ તરફ આ રોગ પહોંચ્યો છે કે નહિ તેમજ કોઇ શક્યતા છે કે નહિ તે ચકાસવું જરૂરી બન્યું છે. જા કેસ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરીને રસીકરણ સહિતની કાર્યવાહી કેટલી ઝડપથી કરવી આ બધી જ બાબતોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમનું ગઠન કરીને મનપા પાસે તપાસ માટે મોકલી છે. આ ટીમ હાલ રાજકોટ શહેરના છૂટા છવાયા વિસ્તારોમાં જઈને વેÂક્સનેશનની Âસ્થતિ જાણી રહી છે તેમજ તેની સાથે મનપાનો પણ સરવે શરૂ થયો છે.
આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં નવેમ્બર માસ એટલે કે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કેસ વધવાના શરૂ થયા હતા ત્યારે શહેરમાં છૂટા છવાયા વિસ્તારોમાંથી ૧૨૦ સેમ્પલ લેવાયા હતા. આ ૧૨૦ સેમ્પલમાંથી ૫માં ઓરી હોવાનું જણાયું હતું.
જાકે આ સંખ્યા હજુ પણ રાજ્ય સરકારે નક્કી કરેલા ધારાધોરણો કરતા ઓછી હોવાનું તંત્રે જણાવ્યું છે. જે કેસ નીકળ્યા છે તે તમામ અલગ અલગ વિસ્તારના છે અને ઓરી વિરોધી રસીનો એક પણ ડોઝ નહિ તેમજ બીજા ડોઝ બાકી હોય તેવા જ કેસ છે બંને ડોઝ લીધા હોય તેમાં કેસ જાવા મળ્યા નથી. આ કારણે હાલ સરવે ચાલી રહ્યો છે અને રાજકોટમાં વેÂક્સનેશનનું કવરેજ ખાસ કેટલું છે તેના પર ટીમ ભાર દઈ રહી છે.
મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર ઓરીની રસીના બે ડોઝ હોય છે પ્રથમ ડોઝ અને ત્યારબાદ બૂસ્ટર ડોઝ દેવામાં આવે છે. રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું કવરેજ ૧૦૦ ટકાએ પહોંચી ગયું છે જ્યારે આ પૈકી ૯૪ ટકાએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. આ રસીનો પહેલો ડોઝ ૧૮ માસ સુધીની ઉંમરમાં અને બૂસ્ટર ડોઝ ૬ વર્ષ કે તેથી વધુની ઉંમરમાં આપવામાં આવે છે.
રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કેસમાં છેલ્લા ૩ સપ્તાહથી Âસ્થરતા જાવા મળી રહી છે અને તા.૪ના પૂરા થતા સપ્તાહમાં ૧૨ કેસ નોંધાયા છે. જાકે છેલ્લા ઘણા સમયથી ચિકનગુનિયા અને મલેરિયાના કેસ દેખાયા ન હતા પણ બંનેના એક એક કેસ નોંધાયા છે. આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ૨૪૭, મલેરિયાના ૪૭ અને ચિકનગુનિયાના ૨૭ કેસ નોંધાયા છે. બીજી તરફ શરદી-ઉધરસના એક સપ્તાહમાં ૨૧૨ કેસ, સામાન્ય તાવના ૪૩ અને ઝાડા-ઊલટીના ૬૦ કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x