ગુજરાત

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે! બેલેટ પેપર અને ઈવીએમ એકસાથે ખોલાશે

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. આ પહેલા એવું થતું હતું કે, પહેલા બેલેટ પેપરની ગણતરી થતી હતી અને તેના પછી ઇવીએમ ખોલાતા હતા અને તેમા પડેલા મતની ગણતરી શરૂ કરાતી હતી.

જાકે આ વખતે બેલેટ પેપર અને ઈવીએમની ગણતરી એકસાથે થવાની છે. આ સાથે જ મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવશે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ થશે. આમ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે ઈવીએમ અને બેલેટ પેપરની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામ આવી જશે અને એ વાત નક્કી થઇ જશે કે ગુજરાતમાં કોની સરકાર આવશે હાલમાં મતગણતરીને લઇને ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.સ્ટ્રોગ રૂમની બહાર સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x