ગુજરાત

તમામ પ્રકારની લોન મોંઘી થશે, રેપો રેટમાં ૦.૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો

રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયા (આરબીઆઇ) તરફથી આ વર્ષે સતત પાંચમીવાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઇએ રેપો રેટમાં ૦.૩૫ ટકાના વધારાની જાહેરાત કરી છે. ઇમ્ૈં ના જણાવ્યાં મુજબ હવે રેપો રેટ ૫.૯૦થી વધીને ૬.૨૫ ટકા થશે. આ નિર્ણય બાદ હવે હોમ લોન સહિત તમામ પ્રકારના લોન મોંઘા થશે. એમપીસીની બેઠક બાદ આરબીઆઇ ગવર્નર શÂક્તકાંત દાસે આજે નીતિગત દરો વધારવાની જાહેરાત કરી.

આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી Âસ્થતિ થઈ છે કારણ કે આરબીઆઇ દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ ઇએમઆઇ ચૂકવવો પડશે.
રેપોરેટમાં વધારા અંગે પહેલેથી જ અંદાજા વ્યક્ત કરવામાં આવ્યો હતો. અનેક મીડિયા રિપોર્ટ્‌સમાં એક્સપર્ટ્‌સે આશંકા વ્યક્ત કરી હતી કે ઇમ્ૈં મોંઘવારીમાં રાહત છતાં નીતિગત દરોમાં ૨૫થી ૩૫ બેસિસ પોઈન્ટ્‌સ સુધીનો વધારો કરી શકે છે. નોંધનીય છે કે લાંબા સમયથી દેશમાં મોંઘવારી ઉચ્ચ સ્તરે બની હતી પરંતુ ગત ઓક્ટોબર મહિનામાં તેમાં ઘટાડો જાવા મળ્યો હતો.
રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં વધારાનો સિલસિલો મે ૨૦૨૨ મહિનાથી શરૂ થયો હતો. ત્યારે રેપો રેટમાં ૦.૪૦ ટકા વધારો કરાયો હતો. ત્યારબાદ જૂન મહિનામાં પણ વ્યાજદરોમાં ૦.૫૦ ટકાનો વધારો થયો. આ સિલસિલો ચાલું રહ્યો અને ઓગસ્ટ મહિનામાં ૦.૫૦ ટકાનો વધારો જાવા મળ્યો. સપ્ટેમ્બરમાં પણ ૦.૫૦ ટકા વધ્યો હતો. હવે પાંચમીવાર આ વધારો જાવા મળ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x